logo Chhelli Jagir
Gujarat Weather Update : હવે ઉનાળો ખરો રંગ દેખાડશે, 12 એપ્રિલથી ગરમી સાથે બફારા માટે તૈયાર રહો

By Chhelli Jagir

April 10, 2026

આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને 12 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.

આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને 12 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને 12 એપ્રિલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે અકળામણ વધવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. 12 થી 16 એપ્રિલ દરમિયાન લોકોએ ગરમીથી સાવધ રહેવું પડશે.

સમગ્ર રાજ્યમાં હાલ વાતાવરણ કોરું રહેવાની અને વરસાદની કોઈ શક્યતા નથી. આગામી સાત દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં આકાશ સાફ રહેવાની ધારણા છે.

છેલ્લા 24 કલાકમાં ભુજમાં રાજ્યનું સૌથી ઊંચું 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પારો 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

દરિયાકાંઠાના રહીશોને ગરમી અને ભેજવાળા વાતાવરણમાં ખાસ સાવચેતી રાખવા સલાહ અપાઈ છે. શરૂઆતના બે દિવસ બાદ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર અને અકળામણ જોવા મળી શકે છે.

Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.