Tar Fencing Yojana 2026 : તાર ફેન્સિંગ યોજનાની સહાયમાં મોટો વધારો, નિયમોમાં પણ રાહત
બજારમાં વાયર, સિમેન્ટના પોલ અને મજૂરીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આર્થિક મદદ વધારી દીધી છે. હવે સરકાર દ્વારા આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર દીઠ 300 અથવા વાસ્તવિક ખર્ચના 50 ટકા ચૂકવવામાં આવશે.